ટીમ ઇન્ડીયાના સુકાની રોહિત શર્માને ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માને બુધવારે અહીં CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ વર્ષ 2023-24ના 'મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા.
મુંબઇમાં યોજાયેલા એક સમારંભમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો જોવા મળ્યો.ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માને બુધવારે અહીં CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ વર્ષ 2023-24ના 'મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા.
ભારતના મહાન ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલીની 'મેન્સ ODI બેટ્સમેન ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવી તો બોલિંગમાં મોહમ્મદ શમીને 'ODI બોલર ઓફ ધ યર' એવોર્ડ આપવામાં આવ્યો. 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન શમીનું ઉત્કૃષ્ટ પ્રદર્શ રહ્યુ હતુ.તે વર્ષ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે ઉભરી આવ્યો.
આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 712 રન બનાવનાર યુવા અને ઉભરતા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને 'મેન્સ ટેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર' તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં જયસ્વાલનો ઉદય અદભૂત રહ્યો છે, તેના અસાધારણ પ્રદર્શનને વ્યાપક પ્રશંસા મળી છે.અનુભવી ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને 'મેન્સ ટેસ્ટ બોલર ઑફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
BCCI સેક્રેટરી જય શાહને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન બદલ 'એક્સલન્સ ઇન સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગત સિઝનમાં રણજી ટ્રોફીની ફાઇનલમાં પોતાની ટીમનું નેતૃત્વ કરનાર તમિલનાડુના કેપ્ટન આર સાઈ કિશોરને 'ડોમેસ્ટિક ક્રિકેટર ઑફ ધ યર' જાહેર કરવામાં આવ્યો હતો.
ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીને 'મેન્સ ટી20 બોલર ઑફ ધ યર' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને ટી20 ફોર્મેટમાં 'બેટસમેન ઑફ ધ યર' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને T20 ઈતિહાસમાં સૌથી વધુ મેચોમાં દેશનું નેતૃત્વ કરવા બદલ સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું. સ્મૃતિ મંધાનાને 'મહિલા ભારતીય બેટ્સમેન ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવી હતી, જ્યારે દીપ્તિ શર્માને 'ભારતીય બોલર ઓફ ધ યર' તરીકે ઓળખવામાં આવી હતી.
શફાલી વર્માને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાની તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ સ્મૃતિચિહ્ન પ્રાપ્ત થયું, આ સિદ્ધિ તેણે આ વર્ષની શરૂઆતમાં ચેન્નાઈ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે માત્ર 194 બોલમાં હાંસલ કરી હતી.આ વર્ષની શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું ત્રીજું આઈપીએલ ખિતાબ જીતનાર શ્રેયસ અય્યરને 'ઉત્તમ નેતૃત્વ' માટે સ્મૃતિચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
