ટી-20 મેચની ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને 91 રને હરાવ્યું
Live TV
-
ભારતે રાજકોટમાં ગઇકાલે રમાયેલી ત્રીજી અને ફાઇનલ ટી-20 મેચમાં શ્રીલંકાને 91 રને હરાવીને શ્રેણી 2-1થી જીતી છે. અગાઉ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરોમાં પાંચ વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યાં હતાં. જવાબમાં શ્રીલંકાની ટીમ 16 પોઇન્ટ ચાર ઓવરમાં 137 રને ઓલઆઉટ થઇ હતી. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 51 બોલમાં અણનમ નવ છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 112 રન કરી રાજકોટવાસીઓના દીલ જીતી લીધા હતાં.
