અનાહત સિંહે બર્મિંગહામમાં અંડર-15 બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું
Live TV
-
ભારતના સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે બર્મિંગહામમાં પ્રતિષ્ઠિત બ્રિટિશ જુનિયર ઓપન ટુર્નામેન્ટમાં ગર્લ્સ અંડર-15નો ખિતાબ જીત્યો છે. 14 વર્ષીય અનાહત સિંહે ફાઇનલમાં ઇજિપ્તની સોહેલા હાઝેમને 3-1થી હરાવ્યો હતો. આ મેચમાં પ્રથમ સેટ ચુસ્ત રહ્યો હતો પરંતુ અનાહતે જીત મેળવી હતી.
તેણે વર્ષ 2019માં અંડર 11નો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2020માં અંડર 13ની ફાઈનલ મેચમાં તેને હારનો સામનો કરવો પડયો હતો. આ ટુર્નામેન્ટમાં 2 વાર ખિતાબ જીતનાર તે બીજી ખેલાડી બની છે.
બ્રિટિશ જુનિયર ઓપન ટુર્નામેન્ટ દર વર્ષે જાન્યુઆરીમાં યુકેમાં યોજાય છે અને તેમાં વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લે છે. આ વખતે કોવિડને કારણે બે વર્ષ પછી આ ટૂર્નામેન્ટ આ મહિનાની 4 થી 8 તારીખ સુધી યોજાઈ હતી.
