ટૅબલ ટૅનિસ બાદ બૅડમિન્ટનની મિક્સ ટીમનો કમાલ, ભારતના ખાતામાં 10મો ગૉલ્ડ
Live TV
-
કૉમન વૅલ્થ ગેમમાં ભારતે ઉત્કૃષ્ઠ દેખાવ કરી ત્રીજા સ્થાન પર પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ જ્યારે ઇંગ્લેન્ડ બીજા ક્રમે છે.
ગોલ્ડ કોસ્ટમાં 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં 10 સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. આ સાથે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડ પછી ભારત ત્રીજા સ્થાન પર પહોંચી ચૂક્યું છે. ભારતે 21મી કોમનવેલ્થ ગેમ્સમાં 9 સુવર્ણ, 3 રજત અને 4 કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા છે.
બેડમિન્ટનની મિશ્રિત સ્પર્ધામાં ભારતે મલેશિયાને 3-1થી માત આપી ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેની સાથે ભારતે કુલ 10 ગૉલ્ડ મેડલ જીતી લીધા છે. આ પહેલા ગુજરાતા હરમિત દેસાઈએ ભારતને 9મો ગોલ્ડ અપાવ્યો હતો. હરમિતે ટેબલ ટેનિસમાં નાઈઝીરિયાને હરાવાવ્યું હતું.
10 મીટર એર પિસ્તોલમાં જીતુરાયે સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે આ જ ગેમમાં ઓમ મિથરવાલે કાંસ્યપદક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે વેઈટ લિફ્ટિંગમાં ખેલાડી પ્રદીપસિંહે 105 કિલોગ્રામમાં રજતચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ભારતને વેઇટલિફ્ટીંગમાં પુનમ યાદવે પાંચમો સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. તો વિકાસ ઠાકુરે પુરુષોની શ્રેણીમાં કાંસ્ય અપાવ્યો હતો. જ્યારે મહિલા ટેબલટેનિસમાં ભારતને ગોલ્ડ મળ્યો છે. આ સાથે 16 વર્ષની મનુ ભાકરને 10 મીટર શૂટિંગ એર પિસ્ટલમાં સુવર્ણ ચંદ્રક અને હિના સિદ્ધુને રજત ચંદ્રક મળ્યો હતો. રવીકુમારને 10 મીટર રાઇફલ શૂટિંગમાં કાંસ્ય પદક મળ્યો હતો. ભારતની બેડમિન્ટનની મિશ્ર ટીમ ફાઈનલમાં પહોંચી ચૂકી છે. તો ટેબલ ટેનિસની મહિલા ટીમને પણ ફાઈનલમાં પ્રવેશવામાં સફળતા મળી છે.