Skip to main content
Settings Settings for Dark

ટેનિસ-ઓસ્ટ્રેલિયન ઓપન પુરૂષ એકલ ફાઇનલમાં નડાલ-મેડવેડેવ વચ્ચે થશે મુકાબલો

Live TV

X
  • ટેનિસ-ઓસ્ટ્રેલિયન ઓપન પુરૂષ એકલ ફાઇનલમાં નડાલ-મેડવેડેવ વચ્ચે થશે મુકાબલો. ઓસ્ટ્રેલિયન ઓપનની પુરૂષ એકલની પ્રથમ સેમિફાઇનલમાં આજે સ્પેનના રાફેલ નડાલે અને બીજી સેમિફાઇનલમાં રશિયાના ડેનિલ મેડવેડેવે જીત મેળવી 2022ના ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 

    20 વખતના ગ્રાન્ડ સ્લેમ અને 2009ના ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા રાફેલ નડાલે સેમિફાઇનલમાં ઇટાલીના મેટિયો બેરેટ્ટિનીને 6-3 6-2 3-6 6-3 થી હરાવી પોતાની કારકિર્દીની 29મી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નડાલની આ છઠ્ઠી ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલ હશે. તેણે 2009માં ફાઇનલમાં જીત મેળવી હતી અને અન્ય 4 ફાઇનલમાં હારનો સામનો કર્યો હતો. બીજી સેમિફાઇનલમાં રશિયાના ડેનિલ મેડવેડેવે ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને 7-6 4-6 6-4 6-1 થી હરાવી તેની ચોથી ગ્રાન્ડ સ્લેમ અને બીજી ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 

    રાફેલ નડાલ અને ડેનિલ મેડવેડેવ વચ્ચે આ પાંચમી મેચ હશે. અત્યાર સુધી રમાયેલ ચાર મેચમાં નડાલે ત્રણ મેચમાં જીત મેળવી છે. રાફેલ નડાલે 2019ની યુએસ ઓપનની ફાઇનલમાં મેડવેડેવને હરાવ્યો હતો. ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રોડ લેવર એરિનામાં રવિવારે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply