Skip to main content
Settings Settings for Dark

ટેનિસ: વિમ્બલ્ડનમાં જોકોવિચ, મરેની જીત તો સિતિસિપાસ, કવિટોવાની હાર

Live TV

X
  • ટેનિસના ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનમાં પ્રથમ દિવસે પાંચ વખતના વિજેતા નોવાક જોકેવિચે વાઇલ્ડ કાર્ડ ધારક જેક ડ્રેપરને 4-6,6-1, 6-2, 6-2 થી હરાવ્યો હતો. જોકોવિચે પ્રથમ સેટ હાર્યા બાદ મેચ પર મજબૂત પકડ બનાવી મેચ ચાર સેટમાં જીતી હતી. બે વખતના વિમ્બલ્ડન ચેમ્પિયન બ્રિટનના એન્ડી મરે એ ચાર સેટના મુકાબલામાં જ્યોર્જિયાના બાસીલાશવિલિને હાર આપી હતી. ચાર વર્ષ પછી વિમ્બલ્ડનમાં એન્ડી મરેની આ પ્રથમ સિંગલ્સ મેચ હતી. ફ્રેન્ચ ઓપન ફાઇનલિસ્ટ સ્ટેફાનોસ સિતસિપાસ પ્રથમ રાઉન્ડમાં ટીઆફો સામે હારી ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો. મહિલા વર્ગની વાત કરીયે તો બીજી ક્રમાંકિત ખેલાડી સાબાલેન્કાએ નીકુલેસ્કુ સામે 6-1 6-4 થી જીત મેળવી હતી, જ્યારે 10મી ક્રમાંકિત ખેલાડી અને બે વખતની વિમ્બલ્ડન વિજેતા પેટ્રા કવિટોવા અમેરિકાની સ્લોન સ્ટિફન્સ સામે 3-6, 4-6 થી હારી ગઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply