ભારતની દીપિકા કુમારી બન્યા વિશ્વમાં પ્રથમ ક્રમનાં મહિલા તીરંદાજ
Live TV
-
પેરિસ ખાતે ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતની સ્ટાર મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપ સ્ટેજ-3માં રિકર્વ વ્યક્તિગત સ્પર્ધા 6-0થી જીતીને સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે. આ વિજય સાથે જ દીપિકા કુમારી વિશ્વમાં પ્રથમ ક્રમનાં મહિલા તીરંદાજ બની ગયા છે. સોમવારે વિશ્વ તીરંદાજી દ્વારા નવું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દીપિકા કુમારીને પ્રથમ સ્થાન મળ્યું છે. તીરંદાજીમાં દીપિકા કુમારીએ બીજી વખત આ ઉપલબ્ધી હાંસલ કરી છે. 27 વર્ષીય દીપિકા કુમારીએ 2012માં પહેલી વખત તીરંદાજીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
