યુરોકપઃ ક્વાટર ફાઈનલ માટે મેચમાં સ્પેને ક્રોએશિયાને હરાવ્યુ, સ્પેને સતત બે મેચમાં 5 ગોલ કર્યા
Live TV
-
ફુટબોલ યુરોકપ હવે રોમાંચક મોડમાં પહોચી ચુક્યુ છે. ક્વાટર ફાઈનલ માટે મેચમાં સ્પેને ક્રોએશિયાને હરાવ્યુ છે.
ફુટબોલ યુરોકપ હવે રોમાંચક મોડમાં પહોચી ચુક્યુ છે. ક્વાટર ફાઈનલ માટે મેચમાં સ્પેને ક્રોએશિયાને હરાવ્યુ છે. આ રમતમાં ક્રોએશિયાએ 3 ગોલ કર્યા હતા જ્યારે સ્પેને 5 ગોલ કરીને મેચ જીતી લીધી હતી.
આ રોમાંચક મેચમાં જીત સાથે સ્પેને ફુટબોલ ક્વાટર ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે. આ સ્પર્ધામાં સ્પેનની ટીમે સતત 2 મેચમાં 5-5 ગોલ કરનાર પ્રથમ ટીમ બની છે. ત્રણ વખતની યુરો કપ ચેમ્પિયન સ્પેનનો મુકાબલો હવે પછી 2 જુલાઈએ સ્વીત્ઝરલેન્ડ સાથે થશે. સ્વીત્ઝરલેન્ડે પેનલ્ટી મેચમાં ફ્રાંસને હરાવીને ક્વાટર ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધુ છે.
