Skip to main content
Settings Settings for Dark

યુરો કપમાં આજથી થશે રાઉન્ડ ઓફ 16 ના નોકઆઉટ મુકાબલાનો પ્રારંભ

Live TV

X
  • યુરો કપમાં આજથી રાઉન્ડ ઓફ 16 ના નોકઆઉટ મુકાબલાનો પ્રારંભ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન પોર્ટુગલ સહિતની 16 ટીમોએ ખરાખરીના જંગ માટે ક્વોલિફાય કરી લીધું છે. જ્યારે આઠ ટીમો હારીને સ્વદેશ પરત રવાના થઈ ચૂકી છે. ભારતીય સમય પ્રમાણે આજે સૌપ્રથમ મુકાબલો રાત્રે 9.30 વાગ્યે વેલ્સ અને ડેનમાર્ક વચ્ચે શરુ થશે. જ્યારે મધરાત બાદ 12.30 વાગ્યાથી ઈટાલી અને ઓસ્ટ્રીયા વચ્ચે ટક્કર થશે. 
    અત્રે ઉલ્લેખનીય છે કે, જુદા-જુદા 11 દેશોમાં ખેલાયેલા ગ્રુપ સ્ટેજના કુલ 36 મુકાબલામાં કુલ 94 ગોલ નોંધાઈ ચૂક્યા છે. મહામારી બાદ પહેલી વખત યોજાઈ રહેલી ફૂટબોલની મેજર ટુર્નામેન્ટમાં ગોલ સ્કોરિંગ રેકોર્ડ ખુબ જ ઊંચો રહ્યો છે. પ્રત્યેક મેચમાં સરેરાશ 2.62 ગોલ નોંધાયા છે, જેના કારણે પ્રેક્ષકોને રોમાંચક મુકાબલા જોવા મળ્યા છે. અત્યાર સુધી યુરો કપમાં પ્રત્યેક 34 મિનિટે એક ગોલ નોંધાયો છે અને ચાહકોને આશા છે કે, આગામી મુકાબલા પણ હાઈસ્કોરિંગ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply