ટેનિસ: વિશ્વનાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી ઓસ્ટ્રેલિયાના એસ્લે બાર્ટી સેમીફાઇનલમાં
Live TV
-
વર્ષનાં ત્રીજા ગ્રાન્ડ સ્લેમમાં મેન્સ સિંગલ્સમાં મેડવેડેવ ચોથા રાઉન્ડમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છે. મેડવેડેવને પોલેન્ડનાં હર્બટ હરકાઝે પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 2-6, 7-6, 3-6, 6-3, 6-3થી માત આપી હતી. આ મેચ સોમવારે વરસાદને કારણે ચોથા સેટમાં રોકવી પડી હતી. હરકાઝે પ્રથમવાર કોઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના અંતિમ 8માં પોતાની જગ્યા બનાવી છે.
વુમન્સ સિંગલ્સમાં વિશ્વનાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી ઓસ્ટ્રેલિયાના એસ્લે બાર્ટીએ આસાન જીતથી સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. બાર્ટીએ ક્વાટર ફાઇનલમાં અલીજા તોમલાનોવિચને હરાવીને સફળતા પ્રાપ્ત કરી છે. બાર્ટીએ મેચને સરળતાથી 6-1, 6-3 થી પોતાને નામે કરી.
પૂર્વ ચેમ્પિયન કર્બર સીધા સેટમાં જીતને ચોથી વાર વિમ્બલડનના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. 2018ની વિજેતા જર્મનીની કર્બરે કોરોલિના મૂચોવાને 6-2, 6-3થી હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ કર્યો. આ સિવાય સબાલેંકાએ ટ્યૂનિશિયાની ઓન્સ જબેરને સીધા સેટમાં 6-4, 6-3થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
