યુરો કપ: ઇટાલીનો ફાઇનલમાં પ્રવેશ; ઇંગ્લેન્ડ-ડેનમાર્કના વિજેતા સામે થશે મુકાબલો
Live TV
-
ઇટાલીએ યુરો કપ ફુટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. લંડનના વેમ્બલી સ્ટેડીયમમાં ગઇ રાત્રે સેમી ફાઇનલ મેચમાં ઇટાલીએ સ્પેનને પેનલટી શૂટઆઉટમાં ૪-ર થી હરાવીને જીત મેળવી હતી. ચોકકસ સમય સુધી બંને ટીમો એક એક ગોલથી બરાબર હતી. આ જીત સાથે જ ઇટલી આંતરરાષ્ટ્રીય રમતમાં 33 મેચથી અજય બની રહ્યું છે.રવિવારે ફાઇનલ મેચમાં ઇટાલીનો મુકાબલો ઇગ્લેન્ડ અને ડેન્માર્ક વચ્ચેની આજે રમાનારી સેમી ફાઇનલમાં વિજેતા ટીમ સાથે થશે.
