ટોકિયો ઓલિમ્પિકઃ પી.વી. સિંધુએ જીત્યો કાંસ્ય પદક, બે પદક જીતનાર ભારતની પહેલી મહિલા
Live TV
-
બેડમિન્ટનની કાંસ્ય પદક માટેની સ્પર્ધામાં આજે પી.વી સિંધુનો મુકાબલો ચીનની ખેલાડી હી બિંગ જિયોઓ સાથે હતો. આ મુકાબલામાં પી.વી સિંધુએ પહેલી ગેમ 21-13થી જીતી હતી. પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પી. વી સિંધુએ બીજા રાઉન્ડમાં 21-15 સાથે જીત મેળવીને કાંસ્ય પદક પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે પી.વી. સિંધુ ઓલિમ્પિક રમતોમાં બે મેડલ જીતનાર પ્રથમ મહિલા બની છે.
