Skip to main content
Settings Settings for Dark

ટોકિયો ઓલિમ્પિક પુરુષ હોકીઃ ભારત અને બ્રિટન વચ્ચે રમાશે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો

Live TV

X
  • ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે સાંજે પુરૂષ હોકીમાં ભારત અને બ્રિટન વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રમાશે.

    ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે સાંજે પુરૂષ હોકીમાં ભારત અને બ્રિટન વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રમાશે. ગ્રુપ સ્ટેજની સમાપ્તિ પર ભારત ગ્રુપ એ માં બીજા સ્થાન પર રહ્યું હતું અને બ્રિટન ગ્રુપ બી માં ત્રીજા સ્થાન પર રહ્યું હતું. ભારતે તેના પાંચ ગ્રુપ મુકાબલામાંથી ચારમાં જીત મેળવી હતી અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ન્યૂઝીલેન્ડ, સ્પેન, આર્જેન્ટીના અને જાપાનને હાર આપી હતી તો ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઇ હતી. આમ ભારત ગ્રુપ એ માં 12 અંક સાથે ટોપ ટુમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. ભારત તરફથી ગ્રુપ સ્ટેજમાં હર્મનપ્રિત સિંઘે સૌથી વધુ ચાર ગૉલ તો રૂપિંદર પાલ સિંઘે ત્રણ ગૉલ કર્યા હતા. ભારતે કુલ 15 ગૉલ કર્યા હતા તો સામે 13 ગૉલ વિપક્ષી ટીમને કરવા દીધા હતા.

    ભારતની બ્રિટન સામેની હોકી પ્રતિયોગિતાની ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચ 1લી ઓગસ્ટે ભારતીય સમય પ્રમાણે સાંજે 530 વાગ્યે રમાશે. અને ત્રીજી ક્વાર્ટર ફાઇનલ બેલ્જિયમ-સ્પેન વચ્ચે રમાશે 

    આજે સવારે પુરૂષ હોકીમાં પ્રથમ બે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઇ હતી. પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીએ આર્જેન્ટીનાને 3-1 થી માત આપી હતી તો બીજી ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ નેધેરલેન્ડને શુટ-આઉટમાં 3-0 થી હરાવી હતી. મેચમાં નિર્ધારિત સમય પછી બંન્ને ટીમ 2-2 ગૉલ પર બરાબર રહી હતી. અંતે પેનલટી શુટ-આઉટમાં ઓસ્ટ્રેલિયાની જીત થઇ હતી. હવે પ્રથમ સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે ત્રીજી ઓગસ્ટે રમાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply