ટોકિયો પેરાલિમ્પિકમાં અવની લેખરાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
Live TV
-
હાઈ જમ્પ કેટેગરીમાં એથલેટ નિષાદ કુમારે ભારતને આ સફળતા અપાવી સિલ્વર મેડલ જીત્યો
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. શૂટર અવની લેખારાએ ભારતને 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટોકયો ખાતે રમાઈ રહેલી પેરાલિમ્પિકમાં ભારતને બીજો સિલ્વર મેડલ પણ મળ્યો છે. હાઈ જમ્પ કેટેગરીમાં એથલેટ નિષાદ કુમારે ભારતને આ સફળતા અપાવી છે. એશિયાના રેકોર્ડ હોલ્ડર નિષાદ કુમારએ પ્રથમ પ્રયત્નમાં જ 2.04 મીટરની હાઈ જમ્પમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારતને બીજો સિલ્વર મેડલ મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ટોકયોથી એક આનંદના સમાચાર આવ્યા છે. નિષાદ કુમારે હાઈ જમ્પ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેની આ નોંધપાત્ર સફળતા માટે ખૂબ-ખૂૂૂૂબ અભિનંદન. આ પહેલા ગુજરાતના ભાવિના પટેલે ટેબલ ટેનિસના સિલ્વર મેડલ જીત્યો હતો. તો આ સાથે કેન્દ્રીયમંત્રી અનુરાગસિંહ ઠાકુરે પણ અભિનંદન પાઠવ્યા. તો દેશને આજે બીજો મેડલ વિનોદ કુમારે અપાવ્યો છે. વિનોદ કુમારે ડીસ્ક થ્રો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતતા ભારતને મળેલા મેડલની સંખ્યા ત્રણ પર પહોંચી છે.
