ભુજમાં ડૉ.પરાગ અને ડૉ. નિર્જરી મર્દાનિયાએ રમતવીરો તૈયાર કરવા સ્થાપી સ્પંદન સ્પોર્ટસ એકેડેમી
Live TV
-
ઑલમ્પિક્સમાં ભારતના શાનદાર પ્રદર્શન બાદ યુવાઓમાં પણ રમત ગમત પ્રત્યે વિશેષ લાગણી જોવા મળી રહી છે. ત્યારે કચ્છ માંડવીના ડૉ.પરાગ મર્દાનિયા અને તેમના વાઈફ ડૉ. નિર્જરી મર્દાનિયાએ અનોખું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. તબીબ દંપત્તિને સ્પોર્ટસ પ્રત્યે એવું તે ઘેલું લાગ્યું કે સ્પંદન સ્પોર્ટસ એકેડેમી સ્થાપીને સ્વપ્નને સાકાર કરી ફીટ અને હીટ રહેવાનું ઉદાહરણ પાડ્યું છે. જેમાં તે રાષ્ટ્રીય સ્તરે તાલીમ આપતા કોચની મદદ લઇને ખેલાડીઓને તાલીમ અપાવે છે. તો આર્થિક રીતે નબળા ખેલાડીઓને જરૂરી ખર્ચ પુરો પાડીને દેશમાં કોઇપણ સ્થળે રમવા માટેની વ્યવસ્થા કરી આપે છે.
આ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા બાળકોને ટેનિસ ટ્રેનિંગ માટે ખાસ ભુજથી શનિવાર અને રવિવારના સિનિયર કોચ એલેક્સ ગોમ્સ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેમજ કરાટેમાં તેમને ત્યાં ટ્રેનિંગ લેતા ખેલાડીઓ પણ ઈન્ટરનેશનલ UAEમાં છ ગોલ્ડ, ચાર સિલ્વર, બે બ્રોન્ઝ મેડલ અને નેશનલ લેવલે દશ ગોલ્ડ, આઠ સિલ્વર, પંદર જેટલા બ્રોન્ઝ મેડલ મેડવી ચૂક્યા છે.
