ટોક્યો પેરાલિમ્પિક: ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવિના પટેલે જીત્યો સિલ્વર મેડલ
Live TV
-
ટેબલ ટેનિસ વિમેન્ટ સિંગલ્સની ફાઈનલમાં ચીનના ખેલાડી ઝોઉં યીંગ સામે ભાવિના પટેલની હાર થઈ હતી.
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. ગુજરાતના ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. ટેબલ ટેનિસ વિમેન્ટ સિંગલ્સની ફાઈનલમાં ચીનના ખેલાડી ઝોઉં યીંગ સામે ભાવિના પટેલની હાર થઈ હતી. ફાઈનલમાં તેમને 3-0થી હાર મળી હતી. માટે ભાવિના પટેલ ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ ચુક્યા હતા.
ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી
ભાવિના પટેલ ચીનની વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી મિયાઓ ઝાંગ સામે સેમી ફાઈનલમાં ૩-ર થી જીત મેળવીને પેરાલિમ્પિકસમાં ટેબલ ટેનીસમાં ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. આજે રજાયેલી ફાઇનલમાં ભાવિનાનો મુકાબલો વિશ્વની પ્રથમનંબરની ચીનની ખેલાડી યીંગ ઝોઉ સામે થયો હતો.તીરંદાજીમાં પુરૂષોના વ્યકિતગત રાઉન્ડમાં રાકેશકુમાર ત્રીજા સ્થાને, જયારે શ્યામ સુંદર સ્વામી 21માં સ્થાને છે. પાવર લિફટીંગમાં સકીના ખાતુન પાંચમાંસ્થાને છે. ભાલાફેકમાં રણજીત ભાટી ફાઇનલમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદીએ ભાવિના પટેલને ટેબલ ટેનીસની ફાઇનલમાં પ્રવેશવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
