Skip to main content
Settings Settings for Dark

ટોકિયો પેરાલિમ્પિલમાં ગુજરાતની દિકરી અને ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલનું શાનદાર પ્રદર્શન

Live TV

X
  • ટોકયો પેરાલિમ્પિકસમાં ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સની ફાયનલમાં ભાવિના પટેલે મેળવ્યો પ્રવેશ

    ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોકયો પેરાલિમ્પિકસમાં મહિલા સિંગલ્સની ફાયનલમાં પ્રવેશ કર્યો છે. ભાવિના ચીનની વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી મિયાઓ ઝાંગ સામે ૩-ર થી જીત મેળવીને પેરાલિમ્પિકસમાં ટેબલ ટેનીસમાં ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભાવિનાનો મુકાબલો વિશ્વની પ્રથમનંબરની ચીનની ખેલાડી યીંગ ઝોઉ સામે થશે. તીરંદાજીમાં પુરૂષોના વ્યકિતગત રાઉન્ડમાં રાકેશકુમાર ત્રીજા સ્થાને, જયારે શ્યામ સુંદર સ્વામી ર૧માં સ્થાને છે. પાવર લિફટીંગમાં સકીના ખાતુન પાંચમાંસ્થાને છે. ભાલાફેકમાં રણજીત ભાટી ફાઇનલમાં ભાગ લેશે.પ્રધાનમંત્રી મોદીએ ભાવિના પટેલને ટેબલ ટેનીસનીફાઇનલમાં પ્રવેશવા માટે અભિનંદન પાઠવ્યા છે અને આખો દેશ તેની સફળતા માટે પ્રાર્થનાકરી રહયો હોવાનું જણાવ્યું છે. એક ટવીટમાં શ્રી મોદીએ ભાવિનાને ફાઇનલ મેચ કોઇપણ જાતનાદબાણ વિના રમવા માટે શુભેચ્છા પાઠવી છે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply