ટોક્યોમાં 24 ઓગસ્ટથી શરૂ થશે પેરા ઓલિમ્પિકની રમતો
Live TV
-
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શાનદાન પ્રદર્શન પછી હવે તમામ રમતગમત પ્રેમીઓની નજર ટોક્યોમાં જ થનારા પેરા ઓલિમ્પિક રમતો પર છે.. ટોક્યોમાં 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રમતોનુ આયોજન કરવામાં આવશે. આ રમતોમાં એથલીટ 28 ગેમ સ્પર્ધામાં ભાગ લેશે. ભારત 9 રમત આયોજનમાં ભાગ લેશે. મરીયપ્પન થંગબેલુ, દેવેન્દ્ર ઝઝારિયા, સિંધરાજ અને મનીષ નરવાલ જેવા પેરા એથ્લીટ ભારતની તરફથી પદક માટે દાવેદારી નોંધાવશે. આજે પાટનગર દિલ્હીમાં ભારતીય પેરા એથ્લીટનો ઉત્સાહ વધારવા માટે વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સમારોહનાં મુખ્ય અતિથી રહેશે. ત્યાંજ આ અવસરે ખેલ રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણીક ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જોવા મળશે.
