આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સીનીયર એથલેટીક્સની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે
Live TV
-
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સીનીયર એથલેટીક્સની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજવાની છે. જે અન્વયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં એથલેટીક્સ રમતની અન્ડર-૧૯ ભાઇઓ એથલેટીક્સની ૧૦૦ મી, ૨૦૦ મી, ૪૦૦ મી, ૮૦૦ મી અને ૧૫૦૦ મી દોડ સ્પર્ધા યોજાશે. જેમાં વડોદરા જિલ્લા ખાતે તા.૧૪-૦૮-૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૭.૩૦ કલાકે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે એથલેટીક્સની સ્પર્ધા યોજાશે.
રસ ધરાવતા હોય તેવા તમામ ખેલાડીઓ વિનામૂલ્યે સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને આધાર કાર્ડની ઝેરોક્ષ લાવવાની ફરજિયાત છે.તા.૧૫ ઓગસ્ટ ૨૦૦૨ થી ૧૪ ઓગસ્ટ,૨૦૦૭ વચ્ચે જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. વધુમાં ખેલાડીઓ માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
