ટોક્યો ઓલમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો ‘હાઈ - ટી' કાર્યક્રમ
Live TV
-
તાજેતરમાં જ યોજાયેલી ટોક્યો ઓલિમ્પિકસમાં ભારતના અત્યારસુધીના સૌથી વધારે ખેલાડીઓ ક્વોલિફાઇ થયા હતા તેમજ અત્યારસુધીના ભારતના સૌથી વધારે મેડલ હાંસલ કર્યા છે. ટોક્યો ઓલમ્પિક્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે હાઈ-ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેલાડીઓ સહિત કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
રાષ્ટ્રપતિએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દેશને આપણી દિકરીઓ પર ગર્વ છે. તેમણે કહ્યું કે, કોવિડ મહામારી જેવી આ વિકટ પરિસ્થતિમાં દરમિયાન તમે દેશવાસીઓને આનંદ મનાવવાનો અવસર આપ્યો છે.
