ભારત - ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ; ઈંગ્લેન્ડની સ્થિતિ મજબૂત
Live TV
-
હાલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની રમાઈ રહી છે, ત્યારે આ સિરીઝની બીજી મેચ હાલ લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતની ટીમ આ મેચની પહેલી ઈનિંગમાં 364 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. લોર્ડ્ઝમાં પહેલી ઇનિંગમાં ભારતનો આ સૌથી મોટો સ્કોર છે. 364 રન જેટલો મોટો સ્કોર ઉભો કરવા ભારત તરફથી કે. એલ. રાહુલે 192 રન ફટકાર્યા હતા, અને આ સાથે જ કે.એલ.રાહુલ પહેલી ઇંનિગમાં સૌથી મોટો સ્કોર કરનાર ભારતીય ઓપનર બન્યો છે.
આ મેચના આજે ત્રીજા દિવસે યજમાન ઇંગ્લેન્ડની ટીમે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. ઇંગ્લેન્ડે આજે માત્ર ચાર વિકેટ ગુમાવીને 88 ઓવર્સમાં 267 રન નોંધાવ્યા છે. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટ, ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી બન્યો છે.
