Skip to main content
Settings Settings for Dark

મહેસાણા: હરદેશણ ગામની ગરીબ પરિવારની દીકરી દોડવીર દ્રષ્ટિ ચૌધરી રાષ્ટ્રીય કક્ષાએ ચમકી

Live TV

X
  • તાજેતરમાં જ પંજાબના સંગુર ખાતે યોજાયેલ 19 માં નેશનલ ફેડરેશન કપ જુનિયર અંડર 20 ચેમ્પિયનશિપ સ્પર્ધામાં મહેસાણાના હરદેસણ ગામની દોડવીર દીકરી દ્રષ્ટિ ચૌધરીએ 5000 મીટર દોડમાં ભાગ લીધો હતો. આ દોડ સ્પર્ધામાં દ્રષ્ટિએ સિલ્વર મેડલ હાંસલ કરીને મહેસાણા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
    આ ઉપરાંત દ્રષ્ટિએ અગાઉ પણ ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયામાં 3 કિલોમીટરની દોડ તેમજ 1500 મીટરની દોડમાં 2 સિલ્વર મેડલ મેળવ્યા હતા. વધુમાં વિજયવાડા જુનિયર નેશનલમાં નેશનલ કક્ષામાં 3 કિલોમીટર દોડમાં સિલ્વર મેડલ અને ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. 
    દ્રષ્ટીની નાનપણથી જ રમત પ્રત્યેની લગન જોઇને તેના પિતાએ તેને એક સફળ રમતવીર બનાવવા પાછળ મહેનત શરૂ કરી હતી. પ્રાથમિક શાળાના સમયે વ્યાયામ શિક્ષકો તેમજ કોલેજના અભ્યાસ દરમિયાન કોચ નો ખુબ સારો સહયોગ મળતા દ્રષ્ટીએ આ મુકામ હાંસલ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply