Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન 2.0નો શુભારંભ કરાવ્યો

Live TV

X
  • આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન 2.0નો શુભારંભ કરાવ્યો છે.. ફિટ ઇન્ડિયા ફ્રિડમ રનનું આયોજન 744 જિલ્લામાં થશે. દરેક જિલ્લાના 75 ગામ અને દેશભરના 30 હજાર શૈક્ષણીક સંસ્થાઓમાં આ કાર્યક્રમ યોજાશે. આ પહેલના માધ્યમથી સાડા સાત કરોડથી વધુ યુવાનો અને  નાગરિકો દોડમાં ભાગ લેવા પહોચશે. ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન 2.0નું સમાપન બે ઓકટોબર 2021 ના રોજ  થશે. તેનો ઉદેશ લોકોને દોડ અને દૈનિક જીવન માં સ્વાસ્થ્ય ગતિવિધીમાં ભાગ લેવા પ્રોત્સાહીત કરવાનો છે અને મેદસ્વિતા, આળસ, તનાવ, ચિંતા, બિમારીઓ વિગેરે થી મુક્તિ અપાવવાનો છે. આ અભિયાનમાં ફીટનેસનો ડોઝ અડધો કલાક દૈનિકના માધ્યમથી, નાગરિકોને પોતાના જીવનમાં ઓછામાં ઓછી 30 મિનીટ શારિરીક ગતિવિધીને સામેલ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે  જનતાને 70 માં સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં ઉજવવામાં આવી રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફ્રિડમ રનમાં સામેલ થવાની અપીલ કરી છે. 'ક્યારેય પણ દોડો'ના મંત્રનું પાલન કરતા, લોકો , મેદસ્વિતા, આળસ, તનાવ, ચિંતા, જેવા અનેક રોગોથી મુકત થવા આ આયોજન માં ભાગ લઇ શકે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply