ક્રિકેટ: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય
Live TV
-
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો ટૉસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની આજે બીજી ટેસ્ટ લોર્ડ્સ ખાતે રમાશે. ઇંગ્લેન્ડના કપ્તાન જો રુટ દ્વારા ટૉસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ભારતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરની જગ્યાએ ટીમમાં ઇશાંત શર્માને સ્થાન મળ્યું છે. શાર્દુલ ઠાકુર ઇજાગ્રસ્ત હોવાથી ટીમમાં ફેરબદલ કરવામાં આવ્યો. ઇંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ક્રોલિના સ્થાન પર હમીદ, લૉરેન્સના સ્થાન પર અલી અને બ્રોડના સ્થાન પર વૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટ વરસાદના સતત વિઘ્નનાં લીધે ડ્રોમાં પરિણમી હતી.
