Skip to main content
Settings Settings for Dark

ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારતનાં પ્રદર્શન અને આગામી કાર્યક્રમનો સંક્ષિપ્ત અહેવાલ

Live TV

X
  • ઓલિમ્પિક્સમાં શુક્રવારના દિવસે ભારતની શ્રેષ્ઠ શરૂઆત થઇ છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે વિવિધ રમતોમાં ભારતીય રમતવીરોનું પ્રદર્શન નીચે પ્રમાણે છે: 

    હોકી: ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડને 1-0 થી હરાવ્યું છે. 

    શુટીંગ: મહિલા 25 મીટર પિસ્ટલ ક્વાલિફિકેશન રાઉન્ડમાં ભારતની મનુ ભાકર અને રાહી સરનોબત ફાઇનલમાં પ્રવેશ માટે અસફળ રહ્યા છે.

    તીરંદાજી: દિપિકા કુમારીએ મહિલા એકલ સ્પર્ધામાં રુસ ઓલિમ્પિક સમિતિની સેનિયા પેરોવાને શૂટ ઓફમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દિપિકા કુમારી ઓલિમ્પિક્સનાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાવાળા પ્રથમ ભારતીય તીરંદાજ બન્યા છે. 

    એથલેટીક્સ: પુરૂષની 3000 મીટર સ્ટીપલચેઝ સ્પર્ધામાં અવિનાશ મુકુંદ 8:18.12 સમય સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવતા સાતમા સ્થાન પર રહ્યા. જો કે, અવિનાશ ફાઇનલ માટે ક્વોલિફાઇ થવામાં અસફળ રહ્યા. 

    બોક્સિંગ: બોક્સિંગમાં 69 કિલોગ્રામ વર્ગમાં લવલિના બોરગોહેને ચીની તાઈપેને 4-1 થી હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યા છે. આ જીત સાથે જ ભારતનો બીજો મેડલ સુનિશ્ચિત થઇ ગયો છે. જયારે 60 કિલોગ્રામ વર્ગમાં સીમરનજીત કૌર ત્રીજા રાઉન્ડમાં ઓલિમ્પિક્સમાંથી બહાર થઇ ગયા છે. 

    બેડમિંટન: પી.વી.સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની યામાગુચી સામે રમી હતી. જેમાં જીતીને તેમણે સેમી-ફાઇનલમાં જગ્યા બનાવી છે. 

    હોકી: હોકીના ગ્રુપ Aની અંતિમ મેચમાં જીત નોંધાવી ભારતે જાપાનને 5-3થી હરાવ્યું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply