ટોકીયો ઓલમ્પિકઃ બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધૂ સેમીફાઇનલ માટે ઉતરશે મેદાને
Live TV
-
ટોકીયો ઓલમ્પિકમાં આજરોજ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ડિસ્ક-થ્રો સ્પર્ધામાં ભારતની કમલપ્રિત કૌરે ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે.
ટોકીયો ઓલમ્પિકમાં આજરોજ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ડિસ્ક-થ્રો સ્પર્ધામાં ભારતની કમલપ્રિત કૌરે ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. દરમિયાન ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી.સિંધૂ આજે પોતાના સેમીફાઇનલ મુકાબલા માટે વિશ્વની નંબર વન ખેલાડી તાઇ ત્ઝુ યિંગ સામે મેદાનમાં ઉતરશે. સિંધૂએ આ પહેલાં શુક્રવારે જાપાનની અકાને યામાગુચીને ખુબ જ રોમાંચક મુકાબલામાં 21-13, 22-20થી પરાજય આપ્યો હતો. સિંધૂ સેમી ફાઇનલ મુકાબલો જીતી જશે તો ભારત માટે એક વધુ ચંદ્રક સુનિશ્ચિત થઇ જશે. તીરંદાજીમાં પુરૂષ વ્યક્તિગત સ્પર્ધામાં આજે ભારતના આતાનુદાસ પ્રી ક્વાર્ટર મુકાબલામાં જાપાનના તીરંદાજ સામે મેદાનમાં ઉતરશે. બોક્સિંગમાં મીડલ વેઇટ મુકાબલાની ક્વાર્ટર ફાઇનલમાં આજે બોક્સર પૂજા રાની જીતના ઇરાદા સાથે રીંગમાં ઉતરશે. પૂજા રાની આ મુકાબલો જીતશે તો ભારતને એક વધુ ચંદ્રક હાંસલ થવાની સંભાવના છે.
