જાણો, ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના આજના પ્રદર્શન અને આલતીકાલની વિવધ રમત વિશેનો સંક્ષિપ્ત અહેવાલ
Live TV
-
જાણો, ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના આજના પ્રદર્શન અને આલતીકાલની વિવધ રમત વિશેનો સંક્ષિપ્ત અહેવાલ
ટોક્યો ઓલિમ્પિક્સમાં આજની રમતોમાં ભારતીય રમતવીરોનું પ્રદર્શન નીચે પ્રમાણે છે
શુટીંગ
50 મીટર એર રાઇફલ ક્વાલિફિકેશન પ્રતિયોગિતામાં ભારતની અંજુમ મોડગિલ 15માં અને તેજસ્વિની સાવંત 33માં સ્થાન પર રહી હતી. તેઓ ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં અસફળ રહ્યા હતા. ફાઇનલ માટે ટોપ આઠમાં સ્થાન મેળવવું અનિવાર્ય હતું.
તીરંદાજી
પુરુષ એકલ તીરંદાજી પ્રતિયોગિતામાં ભારતના અતાનુ દાસ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના તાકાહારુ ફુરૂકાવા સામે 4-6થી હારી ગયા હતા. આ હાર સાથે ભારતની તીરંદાજીમાં મેડલની આશાઓ સમાપ્ત થઇ ગઇ હતી.
એથલેટીક્સ
મહિલા ડિસ્કસ થ્રોમાં ભારતની કમલપ્રિત કૌરે ઇતિહાસ રચ્યો હતો. ક્વોલિફિકેશનમાં 64 અંકના શ્રેષ્ટ સ્કોર સાથે બીજા સ્થાન પર રહી તેણે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ફાઇનલમાં પહોંચવા વાળી તે બીજી ભારતીય મહિલા બની હતી. ફાઇનલ મુકાબલો બીજી ઓગસ્ટે રમાશે. ભારતની સીમા પુનિયા ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં અસફળ રહી હતી. લાંબી કૂદમાં ભારતનો શ્રીશંકર ક્વોલિફિકેશન રાઉન્ડની સમાપ્તિ પછી 7.69 અંક સાથે 25માં સ્થાન પર રહ્યો હતો અને ફાઇનલ માટે ક્વોલફાય કરવામાં અસફલ રહ્યો હતો. ફાઇનલ માટે ક્વોલિફાય થવા પ્રથમ 12માં આવવું અનિવાર્ય હતું.
બોક્સિંગ
ભારતના અમિતની રાઉન્ડ ઓફ 16ના મુકાબમાં 1-4થી હાર થઇ હતી. તેમને કોલમ્બિયાના માર્ટિનેઝે હરાવ્યો હતા. મહિલા બોક્સિંગમાં 75 કિલોગ્રામ વર્ગમાં ભારતની પૂજા રાનીની ચાઇનાની ક્યુયાન લી સામે 5-0થી હાર થઇ હતી.
હોકી
મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવી હતી. ભારત તરફથી વંદના કટારિયા દ્વારા ત્રણ ગૉલ અને નેહા દ્વારા એક ગૉલ કરવામાં આવ્યો હતો. ભારત આ જીત સાથે ચોથા સ્થાન પર રહી હતી. ભારતીય મહિલા હોકી ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ હતો. બીજી ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રમાશે.
બેડમિંટન
મહિલા એકલ સેમિફાઇનલ પ્રતિયોગિતામાં પી.વી. સિંધુની તાઇ ઝુ-યિંગ સામે 18-21, 12-21થી હાર થઇ હતી. કાંસ્યપદક માટે રવિવારે પી.વી.સિંધુ ચીનની હી બિંગ જીહાઓ સાથે મુકાબલો કરશે.
સેઇલિંગ
પુરૂષોની સ્કિફ- 49er રેસ પ્રતિયોગિતામાં 12મી અને છેલ્લી રેસની સમાપ્તિ પછી 173 કુલ અંક સાથે ભારતના કે સી ગનાપથી અને વરૂણ ઠક્કરની જોડી 17માં સ્થાન પર રહી હતી.
ગોલ્ફ
ત્રણ રાઉન્ડની રમત પછી ભારતના અનિર્બાન લહેરી 207 અંક સાથે સંયુક્ત 28માં સ્થાન પર છે અને ઉદયન માને 273 અંક સાથે 55માં સ્થાન પર છે
આવતીકાલે ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમની વિવિધ રમતોનો કાર્યક્રમ નીચે પ્રમાણે છે.
હોકી: ભારતની પુરૂષ હોકી બ્રિટન સામે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે.
બોક્સિંગ: સતીશ કુમાર તેની ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. તેનો સામનો પ્રથમ ક્રમાંકિત ખેલાડી ઉઝબેકિસ્તાનના બાખોદિર ઝાલોલોવ સામે થશે.
બેડમિંટન: કાંસ્યપદક માટે પી.વી.સિંધુ ચીનની હી બિંગ જીહાઓ સાથે મુકાબલો કરશે.
ગોલ્ફ: ભારતના અનિર્બાન લહેરી અને ઉદયન માને ચોથા રાઉન્ડનો આરંભ કરશે.
