Skip to main content
Settings Settings for Dark

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની પુરૂષ અને મહિલા ટીમે રચ્યો ઇતિહાસ

Live TV

X
  • ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની પુરૂષ અને મહિલા ટીમે ઇતિહાસ રચ્યો હતો. પુરુષ ટીમે ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવી 49 વર્ષ પછી સેમિ ફાઇનલમાં  અને મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને મ્હાત આપી પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. પુરૂષ ટીમ ગ્રુપ સ્ટેજની સમાપ્તિ પર ગ્રુપ એ માં બીજા સ્થાન પર રહી હતી. ભારતે તેના પાંચ ગ્રુપ મુકાબલામાંથી ચારમાં જીત મેળવી હતી અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મહિલા ટીમ ગ્રુપ સ્ટેજની સમાપ્તિ પર ગ્રુપ એ માં ચોથા સ્થાન પર રહી હતી. મહિલા ટીમે તેની પાંચ ગ્રુપ મેચમાંથી બે મેચમાં જીત મેળવી હતી તો ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

    પૂરૂષ હોકી ટીમનો ઓલિમ્પિકસમાં સુવર્ણ ઇતિહાસ રહ્યો છે. ભારતીય પુરૂષ હોકી ટીમે ઓલિમ્પિકસમાં 8 સુવર્ણ ચંદ્રક, 1 રજત પદક અને 2 કાંસ્ય પદક જીત્યા છે. પુરૂષ હોકી ટીમે તેનો આખરી મેડલ 1980માં જીત્યો હતો. તે પછી ભારત પ્રથમ વખત મેડલની રેસમાં પહોંચ્યું છે.મહિલા હોકી ટીમે ત્રણ વખત ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યુ છે. તેમણે મોસ્કો 1980, રીઓ 2016 અને ટોક્યો 2020 ઓલિમ્પિક્સમાં મહિલા ટીમે હોકીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ પ્રથમ વખત છે કે મહિલા ટીમ સેમિફાઇનલ મેચ રમશે.

    હવે ભારતીય પુરૂષ ટીમનો સામનો સેમિફાઇનલમાં ત્રીજી ઓગસ્ટે બેલ્જિયમ સામે થશે. બેલ્જિયમ ગ્રુપ બી માં પ્રથમ સ્થાન પર રહ્યું હતું અને તે હજી સુધી સ્પર્ધામાં અજય છે. બેલ્જિયમે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનને 3-1 થી મ્હાત આપી હતી. વિશ્વ રેન્કીંગમાં ભારત ત્રીજા સ્થાન અને બેલ્જિયમ બીજા સ્થાન પર છે. 
    જ્યારે મહિલા ટીમ સેમિફાઇનલમાં ચોથી ઓગસ્ટે આર્જેન્ટીના સામે રમશે. આર્જેન્ટીના ગ્રુપ બી માં ત્રીજા સ્થાન પર રહી હતી અને તેણે કવાર્ટર ફાઇનલમાં જર્મનીને 3-0 થી મ્હાત આપી હતી. વિશ્વ રેન્કીંગની જો વાત કર્યે તો ભારત સાતમાં અને આર્જેન્ટીના બીજા સ્થાન પર છે. સેમિફાઇનલમાં બંને પુરૂષ અને મહિલા ટીમ માટે મુશ્કેલ પડકાર હશે પરંતુ જો તે તેમની ક્વાર્ટર ફાઇનલ મેચના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તો ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કરી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply