રવિ કુમાર દહિયા અને દીપક પુનિયાએ સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી
Live TV
-
ભારતના રવિકુમાર દહિયાએ કુશ્તીની ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય કર્યુ છે. રવિકુમારે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્કર ટિગરેરોસ ઉસ્બાનોને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન જમાવ્યું છે.. રવિકુમારે 13-2થી આ મુકાબલામાં જીત મેળવી છે.. તો મહિલા બોક્સિંગમાં લવલીના બોરગોહેઇન પર આજે સમગ્ર દેશની નજર રહેશે. લવલીના આજે સેમિફાઇનલ મુકાબલામાં તુર્કીની બુએનાઝ સુરમેનેલી સાથે મુકાબલો કરશે. મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 11 વાગે શરૃ થશે. ઉલ્લેખનીય છે કે, લવલીના ઓગણોસિતેર કિલોગ્રામ વજનની બોક્સિંગ સ્પર્ધામાં મેડલ નિશ્ચિત કરી ચૂકી છે. અને લવલીના આજે જીતે તો ઓલિમ્પિકમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બોક્સર બનશે..તો મહિલા હોકી ટીમની સેમિફાઇનલ સ્પર્ધામાં ભારતનો મુકાબલો આર્જેન્ટિના સાથે થશે. મહત્ત્વનું છે કે ભારતની મહિલા હોકી ટીમે ક્વોલિફાય થવા માટે ત્રણ વખત ઓલમ્પિક ચેમ્પિયન રહી ચૂકેલ ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.
