Skip to main content
Settings Settings for Dark

ટોક્યો ઓલ્મિપિક 2020 માટે ભારતીય એથ્લીટ્સની પ્રથમ બેચ દિલ્હી એરપોર્ટથી રવાના

Live TV

X
  • જાપાનના ટોક્યો ખાતે યોજાનાર ટોક્યો ઓલ્મિપિક માટે ભારતીય એથ્લીટ્સ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયા છે. ગઈકાલે રાત્રે ભારતીય એથ્લીટ્સની પ્રથમ બેચ દિલ્હી એરપોર્ટથી ટોક્યો જવા રવાના થઈ છે. આ તકે કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યમંત્રી નિસિથ પ્રામાણિકે દિલ્હી એરપોર્ટથી એથ્લીટ્સના પ્રથમ બેચને શુભેચ્છાઓ આપીને ટોક્યો જવા રવાના કર્યા હતા. 
    આ પ્રથમ બેચ અંતર્ગત 88 સભ્યોની ટુકડી રવાના થઈ છે, જેમાં 54 એથ્લીટ્સ છે જયારે બાકીના તેમની સાથે સહયોગી સ્ટાફ, ભારતીય ઓલ્મિપિક સંઘના પ્રતિનિધિ ટોક્યો જવા રવાના થયા છે. આ વખતે ભારતીય એથ્લીટ્સ તરફથી દેશને કુસ્તી, બોક્સિંગ અને શુટિંગ સહિત ટેનિસ અને તિરંદાજીમાં પદકની આશા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply