ટોક્યો પેરાલિમ્પિકમાં પુરુષોની ઊંચી કૂદમાં ભારતે રચ્યો ઇતિહાસ, બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યા
Live TV
-
ભારતના ભાગે અત્યાર સુધીમાં 10 મેડલ આવ્યા છે.
ટોક્યો પેરાલિમ્પિકમાં પુરુષોની ઊંચી કૂદમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારતે વધુ બે પદક પોતાના નામે કર્યા છે. મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર અને શરદ કુમારે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મરિયપ્પન થંગાવેલુ અને શરદ કુમારને શુભકામના પાઠવી હતી. આ પહેલા સિંહરાજ અધાનાએ પેરાલમ્પિક એશિયન ગેમ્સ 2018માં પણ કાંસ્યપદક મેળવી ચૂક્યા છે. તો ભારતની રુબિના ફ્રાન્સીસે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ SH-1ના ફાઇનલ માટે ક્વોલિફાય કર્યુ છે. તો બીજી તરફ ટોકિયો પેરાલિમ્પિકમાં ભારતે સોમવારે 2 સુવર્ણ, 2 રજત, અને 1 કાંસ્ય પદક સાથે કુલ 5 મેડલ જીત્યાં છે. ભારતના ફાળે આવેલા 5 મેડલમાં ભાલા ફેંકના ખેલાડી સુમિત અંતિલ સોમવારે પુરુષોની F-64 સ્પર્ધામાં , ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જ્યારે આ અગાઉ મહિલા પેરા શૂટર અવની લેખારાએ ઈતિહાસ રચતા, ટોકિયો પેરાલિમ્પિકમાં નિશાનબાજી સ્પર્ઘામાં ભારતને સોમવારે પહેલો સુવર્ણ પદક અપાવ્યો છે. જ્યારે ડિસ્ક થ્રોમાં યોગેશ કથુનિયાએ અને ભાલા ફેંકમાં દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર મેડલ અને સુંદર સિંહે ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ ભારતે પેરાલિમ્પિકમાં અત્યાર સુધી 10 મેડલ જીતીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
