ટોક્યો 2020 ઓલિમ્પિક સ્થળોએ 10,000 જેટલા જાપાની ચાહકોને આવવાની મંજૂરી આપવામાં આવશે
Live TV
-
કોરોના મહામારી વચ્ચે 23 જુલાઈથી ટોક્યોમાં શરૂ થઈ રહેલી ઓલિમ્પિક્સમાં હવે દર્શકોને પ્રવેશની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. ઓલિમ્પિક રમતોની આયોજન સમિતિએ સોમવારે જાહેરાત કરતા કહ્યું કે, આયોજન સ્થળમાં ક્ષમતાના 50 ટકા ભાગમાં અને વધુમાં વધુ 10,000 દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. જોકે, આ દર્શકો સ્થાનિક જ રહેશે. ચાહકોને બૂમ પાડવા અથવા મોટેથી બોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને સ્થળએ હોય ત્યારે ચહેરાના માસ્ક પહેરવા ફરજીયાત રહેશે.
આ સાથે જ સમિતિએ ખેલાડીઓ માટે પણ કેટલાક નવા દિશાનિર્દેશ બહાર પાડ્યા છે, જેના અનુસાર ખેલાડી ખેલ ગાંવમાં રહીને શું કરી શકે છે અને શું નહીં કરી શકે તેનું એક લીસ્ટ બનાવાયું છે. આ સાથે જ પેરાલિમ્પિક્સ રમતોમાં દર્શકોની હાજરી અંગેનો નિર્ણય 16 જુલાઈના રોજ યોજનારી બેઠકમાં લેવાશે. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં 20 હજાર દર્શકોને હાજર રહેવા દેવાનો નિર્ણય અગાઉ લેવાયો હતો.
