ડેક્કન ચાર્જર્સને હટાવવા બાબતે BCCI પર 4800 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો
Live TV
-
ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની 8 ટીમોમાંથી એક ડેક્કન ચાર્જ્સને હટાવવી બીસીસીઆઈને ભારે પડી ગયું છે. આ કેસમાં કોર્ટે એક આર્બિટ્રેટરની નિમણૂક કરી છે, જેમણે બીસીસીઆઈ વિરુદ્ધ પોતાનો નિર્ણય આપ્યો છે.
આર્બિટ્રેટરે બીસીસીઆઈ પર 4800 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસ 2012નો છે, ત્યારે હૈદરાબદના એક મીડિયા ગ્રુપે આઈપીએલ ટીમમાંથી ડેક્કન ચાર્જર્સને હટાવવાના આઈપીએલના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટના એક નિવૃત જજને આઠ વર્ષ પહેલા આર્બિટ્રેટર તરીકે નિયુક્ત કર્યાં હતા. આ ટીમે બીજી સિઝનમાં આઈપીએલ ખિતાબ પોતાને નામ કર્યો હતો.
