IPL સંચાલન પરિષદની બેઠકઃ સ્થળ, સ્પોન્સરશીપ સહિતના મુદ્દાઓ પર ચર્ચા
Live TV
-
ઇન્ડિયન પ્રિમિયર લીગ-આઇપીએલની સંચાલન પરિષદની આજે મહત્વની બેઠક મળશે. મુકાબલાના સ્થળ અને સ્પોન્સરશીપ જેવા મહત્વના મુદ્દાઓ અંગે ફોક્સ કરીને ચર્ચા કરવામાં આવશે.
ઇન્ડિયન પ્રિમિયર લીગ-આઇપીએલની સંચાલન પરિષદની આજે મહત્વની બેઠક મળશે. મુકાબલાના સ્થળ અને સ્પોન્સરશીપ જેવા મહત્વના મુદ્દાઓ અંગે ફોક્સ કરીને ચર્ચા કરવામાં આવશે. આઇપીએલ 2020 અંગે આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠક બાદ આઇપીએલ 2020નું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કોરોનાની સ્થિતિના કારણે આઇપીએલને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. આ બેઠકમાં સંયુક્ત આરબ અમીરાત-યુએઇમાં યજમાની કરવા અંગે જરૂરી ચર્ચા કરવામાં આવશે. બીસીસીઆઇ આઇપીએલ 2020ને યુએઇમાં યોજવા માટે તૈયાર છે. આઇપીએલ સંચાલન પરિષદને હાલમાં ભારત સરકાર તરફથી યુએઇમાં આઇપીએલ યોજવા માટેની મંજૂરી આપવામાં આવે તેની રાહ છે. આઇપીએલને 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધીમાં યોજવામાં આવે તેવી સંભાવના છે.
