IPL ની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આઇપીએલની તારીખોની જાહેરાત
Live TV
-
આઇપીએલની સિઝન-13 આગામી તા. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાત - યુએઇમાં આઇપીએલ રમાશે
ઇન્ડિયન પ્રિમિયર લીગ-આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલને ભારત સરકાર તરફથી સંયુક્ત આરબ અમીરાત-યુએઇમાં આઇપીએલ-2020 ને યોજવા માટેની સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. જે અંગે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આઇપીએલની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આઇપીએલની સિઝન-13 આગામી તા. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાત - યુએઇમાં આઇપીએલ રમાશે. આ વખતે આઇપીએલની સાંજની મેચો સાંજે સાડા સાત વાગ્યાથી શરૂ થશે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા દરેક ટીમને 24 સભ્યો રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વૈશ્વિક મહામારી કોરોના કોવિડ-19 ની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને બદલવા માટેની અસીમિત પરવાનગી આપવામાં આવી છે. આઇપીએલના તમામ પ્રયોજકોને યથાવત રાખવામાં આવ્યા છે.
