Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

Live TV

X
  • ગઈકાલે સાંજે ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે 'તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ આભાર. 7:29 મિનિટ પર આપ એમ સમજો કે હું નિવૃત થઇ ગયો છું. (Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired) અત્રે ઉલ્લેખનીય છે કે ધોનીએ ન્યૂઝિલેંડ વિરૂદ્ધ વર્લ્ડકપ 2019ની સેમીફાઇનલ મેચ બાદ એકપણ આંતરરાષ્ટ્રીય મુકાબલો રમ્યા નથી

    ધોનીએ 23 ડિસેમ્બર, 2004માં બાંગ્લાદેશ સામે (વન ડે) પ્રથમ મેચ રમી હતી. જ્યારે 2 ડિસેમ્બર, 2005માં શ્રીલંકા સામે ટેસ્ટ ક્રિકેટ અને 1 ડિસેમ્બર, 2006માં સાઉથ આફ્રિકા સામે ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે.ભારતને 2007નો ટી-20 વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

    ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા વર્ષોથી ભારતીય ટીમમાંથી બહાર હતા.

    રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે મેચથી ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ક્રિકેટમાં અને 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે.ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply