Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ ઑલિમ્પિક પોડિયમ સ્કીમ હેઠળ ટેબલ ટેનિસ પ્લેયર માનુષ શાહની પસંદગી

Live TV

X
  • ભારત સરકારના રમત ગમત મંત્રાલય દ્વારા આગામી વર્ષ 2024 અને 2028 માં યોજાનાર ઓલમ્પિકની સ્પર્ધામાં વધુ ભારતીય ખેલાડીઓ ભાગ લે અને મેડલ જીતે તે માટે મિશન ઓલિમ્પિક સેલ અંતર્ગત ટાર્ગેટ ઓલમ્પિક પોડિયમ સ્કીમ 'ટોપ્સ' 2014માં અમલમાં મૂકી છે. ચાલુ વર્ષે 12 રમત માટે 70 ખેલાડીની પસંદગી કરવામાં આવી છે.

    ટેબલ ટેનીસની રમતમાં 3 ગુજરાતના અને 1 પશ્રિમ બંગાળના ખેલાડીની પસંદગી થઇ છે. ગુજરાત ના ત્રણ ખેલાડીઓમાંથી હરમીત દેસાઈ અને માનવ ઠક્કર સુરતનાં છે જ્યારે માનુષ શાહ વડોદરાનો છે. માનુષ શાહે આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં અનેક વખત ટીમનું પ્રતિનિધિત્વ કરીને ઘણા બધા મેડલ્સ મેળવ્યા છે.

    હાલ તે પોતાના ઘરે જ રમતની પ્રેકટીસ તેમજ ફીટનેસ માટે કોચના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી રહ્યો છે. દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં માનુષ શાહે તેમની ટેબલ ટેનિસ ની સફર અને આગામી ગોલ વિશે વાતચીત કરી હતી અને ટોપ્સ માં પસંદગી પામવા માટે ખુશી વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply