Skip to main content
Settings Settings for Dark

ત્રિકોણીય શ્રેણી: દામ્બુલામાં વૈભવનું તોફાન; ફાઇનલમાં ઈન્ડિયા Aએ શ્રીલંકા Aને 66 રને હરાવ્યું

Live TV

X
  • ભારત-એ ટીમે ત્રિકોણીય શ્રેણી (ભારત-એ, શ્રીલંકા-એ અને અફઘાનિસ્તાન-એ)ની ફાઈનલ મેચમાં શ્રીલંકા-એ વિરુદ્ધ 66 રને જીત મેળવી છે. આ મુકાબલામાં ભારતના 15 વર્ષીય ઓપનર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 94 રનની ઈનિંગ રમીને પોતાની ચમક બતાવી હતી.

    વૈભવે 11 બોલમાં ફિફ્ટી ફટકારી
    રાંગિરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 377 રન બનાવ્યા હતા. ભારત-એને વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યની જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ માત્ર 53 બોલમાં 132 રનની ભાગીદારી કરી હતી.

    વૈભવે માત્ર 11 બોલમાં અડધી સદી પૂરી કરી, જે 'લિસ્ટ-એ' ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી રહી. વૈભવ 29 બોલનો સામનો કરતા 8 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 94 રન બનાવીને આઉટ થયો હતો. થોડીવાર પછી ટીમને પ્રિયાંશ આર્ય (39)ના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો.

    અહીંથી કેપ્ટન તિલક વર્માએ ઋતુરાજ ગાયકવાડ સાથે ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરીને ભારતને 200 રનને પાર પહોંચાડ્યું હતું. ગાયકવાડ 51 બોલમાં 40 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 

    કેપ્ટન તિલકે કુમાર કુશાગ્ર (36) સાથે ચોથી વિકેટ માટે 63 રન જોડીને ભારતીય ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. તિલક વર્મા 90 બોલમાં 5 ચોગ્ગા સાથે 67 રન બનાવીને આઉટ થયો હતો.

    ત્યારબાદ નિશાંત સિંધુ (16), વિપરાજ નિગમ (27) અને અનુકૂલ રોય (39) એ નાની-નાની ઈનિંગ્સ રમીને ભારતને 377/9 ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. વિરોધી ટીમ તરફથી કુગાથાસ મથુલન, રવિન્દુ ફર્નાન્ડો અને વાનુજા સહાને 2-2 વિકેટ ઝડપી હતી.

    વાનુજા-વિજયકાંતે ટીમની લાજ રાખી
    જવાબમાં શ્રીલંકન ટીમ 47.1 ઓવરમાં 311 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. શ્રીલંકાએ 75 રનના સ્કોર સુધી પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીં સદીરા સમરવિક્રમા (52)એ કેપ્ટન સહાન અરાચ્ચિગે (38) સાથે ચોથી વિકેટ માટે 53 રન જોડ્યા હતા.

    શ્રીલંકન ટીમે 177 રનના સ્કોર સુધી પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. અહીં વાનુજા સહાન (62) એ વિજયકાંત વિયાસકાંત (39) સાથે સાતમી વિકેટ માટે 77 રન જોડીને શ્રીલંકાની હારના અંતરને ઘટાડવામાં મોટું યોગદાન આપ્યું હતું, પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં.

    ભારત તરફથી યશ ઠાકુર અને વિપરાજ નિગમે 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે અનુકૂલ રોયે 2 વિકેટ ઝડપી હતી. અશોક શર્મા અને તિલક વર્માને 1-1 વિકેટ મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply