Skip to main content
Settings Settings for Dark

વિમેન્સ T20 વર્લ્ડ કપ: મારઝેન કપનું ઓલરાઉન્ડ પ્રદર્શન; આફ્રિકાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું

Live TV

X
  • વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની 18મી મેચમાં મારઝેન કપના શાનદાર પ્રદર્શનની મદદથી સાઉથ આફ્રિકાએ ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. 2 વિકેટ લીધા બાદ 81 રનની અણનમ ઇનિંગ રમનાર કપને ઓલરાઉન્ડ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવી હતી.

    આ જીત સાથે સાઉથ આફ્રિકા 'ગ્રુપ-એ'ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. આ ટીમે 3માંથી 2 મેચ જીતી છે. તે જ સમયે, ભારતીય ટીમ 3માંથી 1 મેચ હારીને બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમ જીતની હેટ્રિક સાથે ટોચ પર છે.

    એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા વચ્ચે 18 બોલમાં 30 રનની ભાગીદારી થઈ હતી. સ્મૃતિ મંધાના 12 બોલમાં 17 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી, ત્યારબાદ શેફાલીએ યાસ્તિકા ભાટિયા સાથે બીજી વિકેટ માટે 24 રન જોડ્યા હતા.

    શેફાલીએ 15 બોલમાં 1 સિક્સર અને 4 ચોગ્ગાની મદદથી 31 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમે 83ના સ્કોર સુધીમાં તેની 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન હરમનપ્રીત કૌરે દીપ્તિ શર્મા સાથે પાંચમી વિકેટ માટે 33 રન જોડીને ટીમને સદીના આંકડાને પાર પહોંચાડી દીધી હતી.

    હરમનપ્રીત 22 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 24 રન બનાવીને આઉટ થઈ હતી, ત્યારબાદ દીપ્તિ શર્માએ 29 રન અને ઋચા ઘોષે 15 રન બનાવીને ટીમને પડકારજનક સ્કોર સુધી પહોંચાડી હતી. વિરોધી ટીમ તરફથી મારઝેન કપ અને શબનિમ ઈસ્માઈલે 2-2 વિકેટ લીધી હતી. નોનકુલેલેકો મ્લાબા, અયાબોંગા ખાકા અને નાદિન ડી ક્લાર્કે 1-1 વિકેટ લીધી હતી.

    જવાબમાં સાઉથ આફ્રિકાએ 19.1 ઓવરમાં જીત મેળવી લીધી હતી. ટીમે 5.4 ઓવરમાં કેપ્ટન લૌરા વોલ્વાર્ડ (20) અને એનેરી ડર્કસેન (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગતું હતું કે ભારત અહીંથી મેચ પર પોતાની પકડ બનાવી લીધી છે, પરંતુ મારઝેન કપે તાઝમિન બ્રિટ્સ સાથે ત્રીજી વિકેટ માટે 63 બોલમાં 97 રન જોડીને મેચ સાઉથ આફ્રિકાની તરફેણમાં લાવી દીધી હતી.

    તાઝમિન 36 બોલમાં 1 સિક્સર અને 2 ચોગ્ગાની મદદથી 40 રન બનાવીને આઉટ થઈ હતી. 17.5 ઓવરમાં ટીમને નાદિન ડી ક્લાર્ક (5)ના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મેચ ભારતની પકડમાંથી નીકળી ગઈ હતી.

    મારઝેન કપ 45 બોલમાં 4 સિક્સર અને 7 ચોગ્ગાની મદદથી 81 રન બનાવીને અણનમ રહી હતી, જ્યારે ક્લો ટ્રીયોને 4 બોલમાં અણનમ 10 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રી ચરણીએ 24 રન આપીને 3 વિકેટ લીધી હતી. એક વિકેટ શેફાલી વર્માને મળી હતી.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply