દમણથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ માટે 39 ખેલાડીઓની પસંદગી કરાઈ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ માટે 39 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ યુવાનો એથ્લેટિક્સ, યોગાસન, બોક્સિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી વ્યક્તિગત રમતોમાં ભાગ લેશે. રમત ગમત વિભાગ દ્વારા આ ખેલાડીઓની પ્રતિભાને વધુ નિખારવા સઘન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રના રમતગમતના નિષ્ણાતો દ્વારા ખેલાડીઓને તાલીમ તેમજ માર્ગદર્શન અપાયુ હતુ.
