સાનિયા-બોપન્નાની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પહોંચી
Live TV
-
સાનિયા મિરઝા -રોહન બોપન્નાની જોડી ઓસ્ટ્રેલિયન મિશ્રિત યુગલની ફાઈનલમાં પહોંચી છે. સેમિફાઈનલમાં સાનિયા-બોપન્નાએ અમેરિકાનાં ટેનિસ યુગલને મ્હાત આપી ફાઈનલમાં પ્રવેશ મેળવી ભારત માટે ફાઈનલ જીતવાની શક્યતાઓ વધારી દીધી છે. સાનિયા મિરઝા અને રોહન બોપન્નાની કારર્કિદી ભારત માટે હંમેશા ગૌરવવંતી રહી છે. ભારતને વૈશ્વિક ફલક પર પ્રસિધ્ધી અપાવવા આ બંને રમતવીરોએ હંમેશ પોતાનું યોગદાન આપ્યુ છે, ત્યારે ટેનિસ પ્રેમી ભારતીયો હવે ફાઈનલમાં ભારત જીતે એ માટે આશાવાદી છે.
