Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
દિલ્લી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને 6 વિકેટે હરાવ્યું | DD News Skip to main content
Settings Settings for Dark

દિલ્લી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને 6 વિકેટે હરાવ્યું

Live TV

X
  • ગુજરાત ટાઇટન્સ (GT) એ બુધવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસમાં તેમનો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. ગુજરાતની ટીમ દિલ્હી સામે માત્ર 89 રનમાં સમેટાઈ ગઈ હતી. IPLની 17મી આવૃત્તિની 32મી મેચમાં ગુજરાતની ટીમ માત્ર 89 રનના સૌથી ઓછા સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. IPLમાં ગુજરાતનો અગાઉનો સૌથી ઓછો સ્કોર 2023માં દિલ્હી સામે 125/6, 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે 130 અને LSG સામે 135/6 હતો. ઓછા સ્કોર પર આઉટ થનારી ટીમોની યાદીમાં ટાઇટન્સ ટોચ પર છે. ગત વર્ષની ફાઇનલિસ્ટ 17મી આવૃત્તિની 32મી મેચ દરમિયાન માત્ર 89 રનમાં આઉટ થઈ ગઈ હતી.

    દિલ્હી સામે ઓછા સ્કોર પર આઉટ થયેલી અન્ય ટીમોમાં મુંબઈ ઈન્ડિયન્સ (આઈપીએલ 2012માં 92 રન), રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ (આઈપીએલ 2017માં 108 રન) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (આઈપીએલ 2012માં 110/8)નો સમાવેશ થાય છે.

    આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાન (24 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 31 રન) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. ગુજરાત તરફથી માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચ્યા હતા. ગુજરાતની ટીમ 17.3 ઓવરમાં 89 રનમાં સમેટાઈ ગઈ હતી. દિલ્હી તરફથી મુકેશ કુમારે 3, ઈશાંત શર્મા અને ટ્રિસ્ટન સ્ટબ્સે 2-2 વિકેટ ઝડપી હતી. પંતને તેની શાનદાર વિકેટકીપિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાતની ટીમ ત્રણ જીત અને ચાર હાર સાથે કુલ છ પોઈન્ટ સાથે ટેબલમાં સાતમા સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply