Skip to main content
Settings Settings for Dark

IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની 9થી જીત

Live TV

X
  • IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની 9થી જીત

    ગઈકાલે રમાયેલી IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 9 રનથી હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની આ  ત્રીજી જીત છે અને હવે મુંબઈ પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને પહોંચ્યું છે. જ્યારે પંજાબ કિંગ્સ આ પાંચમી હાર છે અને તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને આવી ગયું છે.

    પંજાબ કિંગ્સે માત્ર 49 રનમાં 5 વિકેટ ગુમાવી હતી. શશાંક સિંહે માત્ર 25 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. આઠમાં નંબર પર બેટિંગ કરવા આવેલા આશુતોષે 28 બોલમાં 61 રનની ઈનિંગ રમી હતી. આશુતોષે પોતાની ઈનિંગમાં 7 સિક્સર અને તેનો સ્ટ્રાઈક રેટ 217થી વધુ હતો. જોકે, આશુતોષ 18મી ઓવરમાં આઉટ થયો હતો અને અંતે પંજાબની ટીમ 9 રનથી મેચ હારી ગઈ હતી.

    મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ રમી હતી. આ જમણા હાથના બેટ્સમેને 53 બોલમાં 78 રન બનાવ્યા હતા. તેણે 3 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. રોહિત શર્માએ પણ 25 બોલમાં 36 રનની ઈનિંગ રમી હતી. તિલક વર્માએ પણ 18 બોલમાં 34 રનની ઈનિંગ રમી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply