Skip to main content
Settings Settings for Dark

લખનૌએ ચેન્નાઈ સામે 19 ઓવરમાં 8 વિકેટ ગુમાવી IPL 2024 ની સૌથી મોટી સફળતા કરી હાંસલ

Live TV

X
  • ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો

    લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે એકાના સ્પોર્ટ્સ સિટીમાં શાનદાર પ્રદર્શન કરીને સિઝનની ચોથી સફળતા હાંસલ કરી છે. IPL 2024 ની 34 મી મેચ 19 એપ્રિલ 2024 લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનૌની ટીમ 19 ઓવરમાં 8 વિકેટે મોટી જીત હાંસલ કરવામાં સફળ રહી હતી. 

    ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. પોતાની ટીમની ઇનિંગ્સની શરૂઆત કરતા તેણે 53 બોલમાં 82 રનની અડધી સદી ફટકારી હતી.  તેની સાથે ક્વિન્ટન ડી કોક લખનૌ સુપર જાયન્ટ્સ માટે બીજા નંબરનો સૌથી વધુ સ્કોરર હતો. તેણે 43 બોલમાં 54 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. આ બે બેટ્સમેન ઉપરાંત નિકોલસ પૂરને 12 બોલમાં અણનમ 23 રન અને માર્કસ સ્ટોઈનિસે 7 બોલમાં અણનમ 8 રનનું યોગદાન આપ્યું હતું. 

    મેચમાં ટોસ જીતિને લખનૌએ પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ત્યારે ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ચોથા ક્રમે બેટિંગ કરતા રવિન્દ્ર જાડેજા ટીમ માટે ટોપ સ્કોરર રહ્યો હતો. 40 બોલનો સામનો કરીને તેણે 142.50 ના સ્ટ્રાઈક રેટથી 57 રનની સૌથી વધુ અણનમ અડધી સદી રમી હતી. તેમના સિવાય અજિંક્ય રહાણેએ 36, મોઈન અલીએ 30 અને ધોનીએ માત્ર 9 બોલમાં અણનમ 28 રનનું યોગદાન આપ્યું હતું.

    લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી કૃણાલ પંડ્યા સૌથી સફળ બોલર હતો. તેણે 3 ઓવરમાં 16 રન આપીને સૌથી વધુ 2 સફળતા હાંસલ કરી. તેમના સિવાય મોહસીન ખાન, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને માર્કસ સ્ટોઈનિસે અનુક્રમે 1-1 સફળતા હાંસલ કરી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply