Skip to main content
Settings Settings for Dark

લખનૌ અને ચેન્નાઈ વચ્ચે યોજાયેલી મેચમાં બંને ટીમના કેપ્ટને દંટ ફટકારવામાં આવ્યો

Live TV

X
  • લખનૌ અને ચેન્નાઈ વચ્ચે યોજાયેલી મેચમાં લખનૌએ શાનદાર જીત હાંસલ કરી હતી

    લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં 19 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી IPL 2024 ની 34 મી મેચ દરમિયાન, બંને ટીમના કેપ્ટનો પર ધીમી ઓવર રેટના કારણે 12-12 લાખ રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવી હતી.                   

    લીગએ શુક્રવારે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની IPL 2024 ની 34 મી મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવી રાખવા પર LSG ના કેપ્ટન કેએલ રાહુલ અને ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલ આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના અપરાધોને લગતી સીઝનમાં આ તેની ટીમનો પ્રથમ ગુનો હોવાથી, રાહુલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

    મેચની વાત કરીએ તો આ મેચમાં CSK એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. CSK માટે રવિન્દ્ર જાડેજાએ શાનદાર અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 40 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ 9 બોલમાં ઝડપી 28 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

    લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ 2, મોહસીન ખાન, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને માર્કસ સ્ટાઈનિસે 1-1 વિકેટ લીધી હતી. જવાબમાં લખનૌએ ઓપનર ક્વિન્ટન ટી કોક (54) અને કેપ્ટન કેએલ રાહુલ (82)ની શાનદાર અડધી સદીના કારણે 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. CSK તરફથી મુસ્તાફિઝુર રહેમાન અને મથિસા પથિરાનાએ 1-1 વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply