નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં જગ્યા બનાવી, 89.34 મીટર ભાલો ફેંક્યો
Live TV
-
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપ-બીમાં હાજર નીરજે 89.34 મીટરના અંતર સાથે ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઇવેન્ટમાં 84 મીટરનો માર્ક સીધો ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે સેટ કરવામાં આવ્યો હતો.
નીરજે ગત ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો તે ચાલી રહેલી પેરિસ ગેમ્સમાં પણ મેડલ જીતવામાં સફળ રહેશે તો તે 2 ઓલિમ્પિક મેડલ સાથે પસંદગીના ભારતીય ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ જશે.
ક્વોલિફિકેશનમાં ગ્રુપ-Aમાં ભારતના કિશોર જેણા હાજર રહ્યા હતા. તેણે પ્રથમ પ્રયાસમાં 80.73 મીટરનું અંતર કાપ્યું હતું. આ પછી તેણે પોતાનો બીજો પ્રયાસ નોંધાવ્યો ન હતો. તેના ત્રીજા અને છેલ્લા પ્રયાસમાં તે 80.21 મીટરનું અંતર ભાલો ફેંકી શક્યો. આવી સ્થિતિમાં તે સીધો ફાઇનલમાં ક્વોલિફાય થવાનું ચૂકી ગયો. તેના ગ્રૂપના ચાર ખેલાડીઓએ 84 મીટરના માર્ક કરતાં વધુ ભાલો ફેંક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ફાઈનલ મેચ 8 ઓગસ્ટને ગુરુવારે રાત્રે 11:50 વાગ્યે યોજાશે, નીરજ ચોપરા ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
