પેરિસ ઓલિમ્પિકઃ ભારતીય ખેલાડીઓનું આજનું શેડ્યૂલ, નીરજ ચોપરા મેદાનમાં ઉતરશે
Live TV
-
ભારતના ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા 6 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેશે. આ સિવાય વિનેશ ફોગાટ પર પણ નજર રાખવામાં આવશે. કયા સમયે કયો ભારતીય ખેલાડી કઇ ઇવેન્ટમાં ભાગ લેશે તેના પર એક નજર.
બપોરે 1:30 વાગ્યે પુરુષોની ટીમ ટેબલ ટેનિસમાં, ભારતના હરમીત દેસાઈ, માનવ વિકાસ ઠક્કર અને શરથ કમલ રાઉન્ડ ઓફ 16માં ભાગ લેશે.
બપોરે 1:50 વાગ્યે, ભારતના કિશોર કુમાર જેના એથ્લેટિક્સમાં પુરુષોના ભાલા ફેંક ક્વોલિફિકેશનના ગ્રુપ Aમાં ભાગ લેશે.
બપોરે 2:30 વાગ્યાથી કુસ્તીમાં મહિલાઓની ફ્રી સ્ટાઇલ 68 કિગ્રા વર્ગમાં નિશા દહિયાની રિપેચેજ મેચ થશે. (આ ત્યારે જ થશે જ્યારે તેણી ફાઇનલિસ્ટ સામે હારી જશે)
બપોરે 2:50 વાગ્યે, કિરણ પહલ એથ્લેટિક્સમાં મહિલાઓની 400 મીટર રિપેચેજ રાઉન્ડમાં ભાગ લેશે.
બપોરે 3:00 વાગ્યે, વિનેશ ફોગાટ કુસ્તીમાં મહિલાઓની ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં રાઉન્ડ ઓફ 16માં ભાગ લેશે.
બપોરે 3:20 વાગ્યે, સ્ટાર ખેલાડી નીરજ ચોપરા એથ્લેટિક્સમાં પુરુષોની ભાલા ફેંક ક્વોલિફિકેશનમાં ગ્રુપ બીમાં ભાગ લેશે.
સાંજે 4:20 વાગ્યે, જો વિનેશ ફોગાટ ક્વોલિફાય થશે, તો તે મહિલા ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. જો તે જીતે છે, તો તેણે રાત્રે 10.25 વાગ્યાથી સેમિફાઇનલમાં રમવાનું રહેશે.
સાંજે 6:13 વાગ્યે નેત્રા કુમાનન મહિલાઓની ડીંગી ILCA6 વર્ગમાં મેડલ રેસમાં ભાગ લેશે (જો તે ક્વાલિફાય કરે છે તો).
સાંજે 7:13 વાગ્યે, વિષ્ણુ સરવનન મેન્સ ડીંગી ILCA7 ક્લાસમાં મેડલ રેસમાં ભાગ લેશે (જો તે ક્વાલિફાય કરે છે તો).
રાત્રે 10:30 કલાકે ભારતીય પુરુષ હોકી ટીમ જર્મની સામે સેમિફાઇનલ મેચ રમશે.
