ન્યુઝીલેન્ડે ભારતને 25 રનથી હરાવીને ટેસ્ટ સિરિઝ 3-0થી જીતીને ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું, વાનખેડે સ્ટેડિયમમાં એજાજ પટેલની શાનદાર બોલિંગ
Live TV
-
એજાજ પટેલે શાનદારી બોલિંગના કારણે ન્યુઝીલેન્ડ ત્રીજી ટેસ્ટ જીતવામાં સફળ રહ્યુ, એજાજ પટેલે ત્રીજી ટેસ્ટમાં 11 વિકેટ લીધી
ન્યુઝીલેન્ડે ભારતને ત્રીજી ટેસ્ટમાં 25 રને હરાવ્યુ છે. આ સાથે જ 24 વર્ષ બાદ ભારતનો ઘરઆંગણે 3-0થી વ્હાઈટવોશ થયો.આ પ્રથમ વખત છે જ્યારે ભારત ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ મેચોની શ્રેણીમાં ક્લીન સ્વીપ થયું હોય.ચોથા પારીમાં એજાઝ પટેલની શાનદાર બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડે મુંબઈમાં રમાયેલી અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતને 25 રનથી હરાવીને 3-0થી ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું હતું.
147 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ લંચ સુધી સંઘર્ષ કરી રહી હતી અને 92 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. બીજા સત્રની શરૂઆતમાં જીતવા માટે 55 રન અને ચાર વિકેટ બાકી હતી, ત્યારે ભારતની આશા સંપૂર્ણપણે રિષભ પંત પર ટકેલી હતી, જેની હિંમતભરી ઇનિંગ યજમાનોને લક્ષ્યની નજીક લઈ ગઈ હતી. જો કે, એજાજે ટૂંક સમયમાં જ ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું અને પંતને આઉટ કર્યો હતો.