ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે પહેલી વન-ડે ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે
Live TV
-
મેચ બપોરના દોઢ વાગ્યાથી શરૂ થશે
હૈદરાબાદમાં આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ રમાશે. જેના એક દિવસ પહેલા જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે મિડલ ઓર્ડર સ્ટાર ક્રિકેટર શ્રેયસ અય્યરને સીરિઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.અય્યરની જગ્યાએ રજત પાટીદારને ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. ભારતમાં અત્યાર સુધી ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લે 2017માં વન ડે શ્રેણી માટે ભારત આવી હતી.આ શ્રેણીમાં ન્યૂઝિલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે ફરી એકવાર બંને ટીમો આમને-સામને થશે.અને ફરી એક વાર રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આગામી 27મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી દરમિયાન ત્રણ 20-20 મેચોની શ્રેણી રમાશે.
