મહિલા વિશ્વ કપમાં આજે ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે મુકાબલો યોજાશે
Live TV
-
મહિલાઓની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકામાં બિનોની ખાતે રમાનારી લીગ મેચમાં ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે આજે મુકાબલો થશે. શૈફાલી વર્માના સુકાની પદે ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી રમાયેલી બે મેચોમાં વિજય મેળવ્યો છે. ભારતીય મહિલા ટીમે પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને અને બીજી મેચમાં સંયુકત આરબ અમિરાતની ટીમને પરાજય આપ્યો હતો. આ સાથે ભારત ગ્રુપ-ડી માં ચાર અંકો સાથે મોખરાનું સ્થાન ધરાવે છે.
